Swift

લવ મેરેજ સમાજને શા માટે નડે છે ?

  
     
       આપણા શાસ્ત્રોમાં અને સાહિત્યમાં પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે સૌ કહીએ છીએ કે લોકોમાં પ્રેમ હોવો જોઈએ અને આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમના દેવ માનીએ પણ છીએ પણ શું આપણે સાચે જ પ્રેમમાં માનીએ છીએ. જ્યારે પ્રેમ લગ્નની વાત આવે ત્યારે આપણે સૌ પાણીમાં ઉતરી જઇએ છીએ તો આવુ શા માટે ? સમાજ એમ કહે છે કે લોકોમાં પ્રેમ હોવો જોઈએ પણ સમાજ પ્રેમ લગ્ન એટલે કે લવ મેરેજ ને શા માટે સ્વીકારતો નથી ?

આપણા ભારતીય સમાજમાં ઘણી બધી જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ છે અને આ જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એક ઉદાહરણથી સમજીએ તો સમાજની એક જ્ઞાતિમાં રહેલા માણસો બીજી જ્ઞાતિના માણસો સાથે કામ કરે છે એટલે કે એક જ્ઞાતિનો એન્જિનિયર બીજી જ્ઞાતિના એન્જિનિયર સાથે કામ કરે છે અને નાણાંની આપ લે પણ કરે છે પણ એક જ્ઞાતિનો યુવક બીજી જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કરીને પોતાનું જીવન જીવવા માંગે છે પણ આ બાબતમાં જ સમાજ વચ્ચે પડે છે. આપણો સમાજ એક - બીજી જ્ઞાતિ સાથે નાણાકીય અને કાર્યના સંબંધ રાખે છે પણ પ્રેમના સંબંધ આ સમાજને ખૂંચે છે. મને એ સમજાતું નથી કે આપણો સમાજ ધાર્મિક ગ્રંથો વાંચે છે અને ભગવદ્દ ગીતા પણ વાંચે છે આ બધા ગ્રંથોમાં પ્રેમનું જ વર્ણન કરવામાં આવ્યું છે તો આપણા જ વડીલ મિત્રો આ વાત પ્રેમ લગ્ન સ્વરૂપે સ્વીકારવા કેમ તૈયાર નથી ? કોઈપણ યુવક હોય કે યુવતી હોય તેને જીવનમાં કોઈકવાર તો કોઈને પ્રેમ કર્યો જ હોય છે અને તે યુવકને કે યુવતીને એમ પણ થયું હશે કે હું આ વ્યક્તિ સાથે મારું જીવન પસાર કરું પણ એજ ક્ષણે એ યુવક કે યુવતીને એવો વિચાર આવે છે કે સમાજ શું વિચારશે ? તો આ સમાજનો એક પ્રકારનો ડર જ છે. ઓશોએ એક કહ્યુ હતું કે મનુષ્યમાં સૌથી જૂઠ્ઠો શબ્દએ પ્રેમ છે. હું આ વાતને સંપુર્ણ સમર્થન આપું છું. આપણા સમાજે જ આપણા યુવાનોને ખોટું શીખવ્યું છે કે લગ્ન તો આપણા સમાજ કે જ્ઞાતિમાં જ કરાય ! અને આપણો સમાજ એમ પણ કહે છે બધા સાથે પ્રેમ રાખવો જોઈએ. આજના આધુનિક યુગમાં બધા જ યુવાનો પાસે સ્માર્ટ ફોન છે અને દરેક યુવક અને યુવતી એકબીજા યુવક તથા યુવતી સાથે જોડાયેલા રહે છે. આનો અર્થ એવો થાય છે કે ટેક્નોલોજીએ જ આપણા યુવાનોના માનસિક બંધનોને તોડી દીધા છે પણ આપણો સમાજ કયાં સુધારવાનું નામ લે છે. સમાજ એમ વિચારે છે કે પ્રેમ લગ્ન એટલે કે લવ મેરેજ સમાજને તોડી દે'શે પણ પ્રેમનું કામ તો જોડવાનું છે તોડવાનું નહીં. મને એ વાતની નવાઈ લાગે છે કે આવી વાત આપણા સમાજના શિક્ષિત લોકો જ કરે છે. મારા મતે તો સમાજને નાણાકીય સંબંધ કરતા હૃદયથી હૃદયના સંબંધની જરૂર છે અને ત્યારે જ આપણા સમાજમાં અને દેશમાં નિશ્ચિત પરિવર્તન આવશે.






લેખક : પ્રદિપ પ્રજાપતિ (પ્રભાત)



You Might Also Like

0 comments

Flickr Images