મને કોઈ ઓળખે કે નહિ મને તેનાથી કોઈ ફરક નથી પડતો પણ હું ચાહું છું કે હું બધાને ઓળખું ,આવો જ છું હું મારુ નામ ઉપર દર્શાવેલું છે પણ જિંદગીમાં એક સાચી વસ્તુની જીદ હોવી જોઈએ એવી જ રીતે મારામાં પણ એક કવિ અને લેખક બનવાની જીદ છે અને આ જીદ ધીમે ધીમે વાસ્તવિકતા નું સ્વરૂપ લેશે એવો આત્મવિશ્વાસ છે.મને ઘણા મિત્રો કહે છે કે તારા નામમાં જ તારો વિશ્વાસ છે આ વાત જયારે સાર્થક થશે ત્યારે મને સાચા હૃદયથી ખુશી મળશે.હું જયારે શાયરી લખું ત્યારે એક યુવાનના વિચાર કરતા પોતાના હૈયાના વિચાર પર વધારે ભાર આપું છું.કારણકે માણસ તરીકે આપણે ખોટું બોલી શકીએ તેથી ખોટા વિચારો પણ હોઈ શકે તેથી જ હૈયા પર ભરોષો મુકવો જરૂરી છે. જેમ પ્રેમમાં લાગણીઓ નું મહત્વ હોય છે તેમ મારા જીવનમાં મિત્રોનું ખુબ જ મહત્વ છે.જેમ કોઈ એક સફળ વ્યક્તિની કેટલીક વિશિષ્ટ આદતો હોય છે તેમ મારી પણ નવા નવા મિત્રો બનાવવાની અને તેમના માંથી કંઈક શીખવાની આદત છે અને આથી જ મારા જીવનમાં મિત્રો માટે કંઈક વિશિષ્ટ સ્થાન છે.આપ મારી કાવ્યો તો વાંચશો અને આપને ગમશે અને ખુશ પણ થશો પણ આ બધું કદાચ મિત્રો વગર અશક્ય જ હોત.આથી જ મેં શરૂઆત ના દિવસો માં મિત્રો વિષે ખુબ જ લખ્યું છે અને લખું પણ છે જે આપ મારી પ્રોફાઇલ માં જોઈ શકો છો.ત્યાર બાદ બધાના જીવનમાં એક આદર્શ હોય છે કારણકે એક વ્યક્તિના સંસ્કારોને કારણે જ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે આ રીતે મારા જીવનમાં સ્વામી વિવેકાનંદ એ હંમેશાથી મારા આદર્શ રહ્યા છે અને તેમનો મારા જીવન પર ખુબ જ પ્રભાવ પડ્યો છે. મેં સ્વામી વિવેકાનંદ ના મોટા ભાગના પુસ્તક વાંચ્યા છે અને વાંચું પણ છું અને હંમેશા પ્રયત્ન કરું છું કે તેમને આપેલા વિચારોને મારામાં ટાંકીને એક પ્રેરણાસ્ત્રોત બનવાનો પ્રયાસ કરું.આથી હું આપણાં સમાજ ના યુવાઓ ને કંઈક નવું શીખવવાનો શુભ પ્રયાસ કરી શકું.
0 comments